LAKHANIBAJARBHAV.ONLINE એ ગુજરાતના તમામ ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે એકવેબસાઇટ છે, જ્યાં તેઓને ગુજરાતના વિવિધ એ.પી.એમ.સી. (કૃષિ ઉત્પાદન બજાર સમિતિ) ના તાજા બજાર ભાવ જાણવા મળી રહે છે. આજના જમાનામાં, રોજબરોજના બજારના ભાવ જાણવા માટે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે "લખાણી બજાર ભાવ.ઓનલાઈન" ની સ્થાપના કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ દ્વારા, ગુજરાતના દરેક ખૂણેથી ખેડૂતોને બજાર ભાવની માહિતી મળવાપાત્ર છે.
અમારી સેવાઓ અને લક્ષ્ય:
લખાણી બજાર ભાવ.ઓનલાઈન એ એક સરળ વેબસાઈટ છે, જ્યાં APMC બજારના દરરોજના ભાવની અપડેટ્સ મફતમાં ઉપલબ્ધ છે. બજારના વિવિધ ફળો, શાકભાજી, અનાજ અને મસાલા જેવા ઉત્પાદનના ભાવો પર તાજી માહિતી મેળવવા માટે હવે ક્યાંય જવાની જરૂર નથી.
આ વેબસાઈટ માત્ર ગુજરાતની જનતા માટે નહીં, પરંતુ દેશભરમાં વસતા દરેક લોકો માટે સરળ બનશે, જે ભાવની જાણકારી મેળવવામાં રસ ધરાવે છે.
મારા સાથીદારો અને સમર્પણ:
હું, મહેશ ચૌધરી આ સંપૂર્ણ વેબસાઈટનો સંચાલક અને સ્થાપક છું. મારી પાસે કોઈ વિશાળ ટીમ નથી; હું એક જ વ્યક્તિ તરીકે આ સાઇટ સંભાળું છું. મે 2024 માજ મારું અભ્યાસ પૂરો કર્યા છે. અને હું અત્યારે ગ્રેજ્યુએટ છું.
અમારા મૂલ્યો:
- સાદગી: અમે વપરાશકર્તાઓ માટે સરળ અને સમજી શકાય તેવી માહિતી પ્રદાન કરીએ છીએ.
- પારદર્શકતા: બજાર ભાવમાં કોઈપણ પ્રકારની ખોટી જાણકારી આપવાથી દૂર રહી, તાજા અને સાચા ભાવની માહિતી પ્રદાન કરીએ છીએ.
- ટેકનોલોજીનો ઉપયોગ: અમે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને ખેડૂતો માટે વિશ્વસનીય માહિતી પહોંચાડીએ છીએ.
- સામાજિક જવાબદારી: ખેડૂતો અને વેપારીઓને યોગ્ય ભાવ મળી રહે તે માટે અમારો સતત પ્રયત્ન છે.
Post a Comment
0Comments